🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૮A: સંપદા એટલે શું?

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ વિશે જોયું…

આ ભાગમાં આપણે સંપદા વિશે જોઇશું…

  • નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાત્મ્ય દર્શાવતાં કહેવાયું છે કે

એનાં નવ પદ નવ નિધિ આપે છે,

અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે

અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે.

આ સંપદા એટલે શું?

  • संपदा (संपद) એ સંસ્કૃત શબ્દ છે એ માટે અર્ધમાગધીમાં संपाया શબ્દ વપરાય છે.

સંપદા એટલે:

  • સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ,
  • સિદ્ધિ, ઋદ્ધિ, વૃદ્ધિ.
  • પૂર્ણતા
  • સુશોભન
  • અર્થનું વિશ્રામસ્થાન
  • શુભ અને ઉજ્વળ ભવિષ્ય
  • વિકાસ અથવા પ્રગતિ
  • સમ્યફ રીતિ

નવકારમંત્રનો મહિમા દર્શાવવા માટે “સંપદા’ શબ્દ અર્થના વિશ્રામસ્થાનને માટે પ્રયોજાયેલો છે એમ શાસ્ત્રકારો જણાવે છે.

“સંપદા” એટલે એક અર્થ પુરો થતા આવતું વિશ્રામસ્થાન​.

  • એક અનુમાન પ્રમાણે,
    • પહેલા પાંચ પદની ‘સંપદા’ તે સ્તોત​વ્ય સંપદા ને ‘અરિહંત સ્તોત​વ્ય સંપદા’, ‘સિદ્ધ સ્તોત​વ્ય સંપદા’, તે પ્રમાણે પાંચે સંપદાને કહી શકાય​.
    • બાકીની સંપદાઓ માં ‘એસો પંચ નમુક્કારો, સ​વ્વ પાવપ્પણાસણો’ ની સંપદાને ‘વિશેષ હેતુ સંપદા’ કહી શકાય.
    • અને ‘મંગલાણં ચ સ​વ્વેસિં, પઢમં હ​વઇ મંગલં’ ની સંપદાને ‘સ્વરુપ સંપદા’ અથ​વા ‘ફલ સંપદા’ કહી શકાય​.

હ​વે પછીના ભાગમાં આપણે સંપદા વિશે વધુ જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો