🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૬: નમસ્કાર મહામંત્ર ભણ​વા અને ગણ​વાની પાત્રતા

આગળના ભાગમાં આપણે નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ વિશે જોયું…

હ​વે આગળ,

શ્રી મહાનિશીથસૂત્ર​માં કહેવામાં આવ્યું છે કે

“શ્રાવકોએ ઉપધાનતપ વિના શ્રી નમસ્કાર મહામંત્ર ભણવું અને ગણવું નિષેધ (મનાઈ) છે”

શ્રી ઉપધાનતપનું પ્રથમ અઢારીયું (અઢાર દિવસના પૌષધ) કરવાથી શ્રી નમસ્કાર મહામંત્ર ભણવા અને ગણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

બાળકો માટે:

  • ઘણી નાની ઉમરના બાળકો શ્રી ઉપધાનતપ કરવા અસમર્થ હોય ત્યારે બાળકોને ૧૨.૫ દિવસના ઉપવાસ જેટલો તપ નવકારશી પચ્ચકખાણ દ્વારા પૂર્ણ કરાવવો જોઈએ.

  • શાસ્ત્રીય વિધિ મુજબ, ૪૮ નવકારશી = ૧ ઉપવાસ, પ૯૦ દિવસ સુધી નવકારશી = ૧૨.૫ ઉપવાસ

  • તપ પૂર્ણ થાય ત્યારે પૂ. ગુરૂભગવંત પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું જોઈએ.
  • શક્તિ પ્રાપ્ત થતાં જ શ્રી ઉપધાન તપ કરી લેવું જોઈએ.

અન્ય ભવ્યાત્માઓ માટે:

  • અન્ય ભવ્યાત્માઓ એ શ્રી ઉપધાન તપ પૂર્ણ કર્યા બાદ જ પૂ. ગુરૂભગવંત પાસે શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું જોઈએ.
  • પણ​ શક્તિના અભાવે અથવા સંયોગની અનુકુળતાના અભાવે કદાચ હમણાં ઉપધાન કરવા સમર્થ ન હોય અને ભવિષ્યમાં (ટુંકા સમયમાં) શ્રી ઉપધાન તપ કરવા પૂર્ણ ભાવના સંપન્ન હોય, તેવા ભવ્યાત્માઓ આરાધનાથી વંચિત ન રહી જાય, તેવા શુભ આશયથી શ્રી નમસ્કાર મહામંત્ર ભણવા-અને ગણવાની અનુમતિ જિતાચારથી જૈનશાસનમાં અપાય છે

હ​વે પછીના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર - ઉપયોગના અભાવે થતા અશુદ્ધ ઉચ્ચારની સામે શુદ્ધ ઉચ્ચારણ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો