ભાગ ૫: નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ
આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ વિશે જોયું…
આ ભાગમાં આપણે નવકાર મંત્રની સાધનાથી ફળપ્રાપ્તિ વિશે જોઇએ…
- દવાથી જેમ રોગ શમે, ખોરાકથી ભૂખ શમે, તે રીતે શ્રી નવકાર મંત્રના જાપથી આંતરિક અને બાહ્ય અશાંતિ દૂર થાય જ.
આપણો અનુભવ આ બાબત સાક્ષી નથી ભરતો, એનું કારણ આપણી અજ્ઞાનદશા છે.
- જન્મ-મરણના ચક્રાવામાં ફસાવનાર કર્મરૂપી મહારોગને આપણે ઓળખી શક્યા નથી, તેથી સાચા ઉપાયો અમલમાં આવી શકતા નથી.
- એટલે જીવનમાં પંચ પરમેષ્ઠીઓની સાચી ઓળખાણ કરી તેઓને શરણે વૃતિઓને રાખી પ્રવૃતિઓને શાંતિની દિશામાં વાળવા માટે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જરૂરી છે.
નવકાર મહામંત્રની આરાધનાથી જીવનમાં ચાર પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.
- સામાન્ય ફળ:
- વિધ્નો ટળે છે
- રોગ મટે છે
- અને દોષ વિનાશ થાય છે.
- મધ્યમ ફળ:
- બળ વધે છે
- અનુકૂળતા મળે છે
- અંત:કરણ શુદ્ધ થાય છે
- વિચારો પવિત્ર બને છે.
- ઉત્તમ ફળ:
- આત્મિક આનંદનો અનુભવ.
- મન પ્રફુલ્લિત બને.
- કામ, ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષાદિ ભાવો મંદ પડે.
- ગુણોની વૃદ્ધિ તેમજ ધૈર્યભાવ ઉત્પન્ન થાય.
- ઉત્તમોત્તમ ફળ:
- વિશ્વ કલ્યાણની ઉચ્ચ ભાવના, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ, કર્મથી મુક્તિ, પરમાત્મા દર્શન, સિધ્ધપદની પ્રાપ્તિ થાય છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶