ભાગ ૩૧:
અમે આશા રાખીએ છીએ કે આપ સર્વે શ્રી નવકાર મહામંત્રના જાપ માટે બધા ભાગો વાંચી શ્રી નવકાર મંત્રની સાધના શ્રદ્ધાથી, પરમાત્માની શરણાગતિથી, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવથી, સાતત્યતાથી, ચિત્તની સ્થિરતાથી કરશો તો અચિંત્ય ફળ અચૂક મળશે જ.
-
અમે અહીં શ્રી નમસ્કાર મંત્રના ભાગોની પૂર્ણાહુતિ કરીએ છીએ, નીચે ભાગ ૧ થી ૩૧ સુધીના બધા ભાગો ની PDF આ લિંક ઉપરથી મળી શકશે: https://zcna4.app.goo.gl/namaskar
-
આ PDF અન્ય ગ્રુપમાં, તમારા મિત્રો અને સગા-સબંધીઓ ને શેર કરી જૈન શાસનનો ફેલાવો કરશો તેમજ પુણ્યના ભાગીદાર બનશોજી.
-
અમોને થોડા પ્રશ્નો ગ્રુપ મેમ્બર્સ્ દ્રારા કરવામાં આવેલ, અમુક પ્રશ્નો જે બધાને લાભદાયી છે તે નીચે આપીએ છીએ.
નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી? તેની ઉત્પતિ ક્યારે થઇ?
- નમસ્કાર મહામંત્ર અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, અર્થાત નમસ્કાર મહામંત્ર અનાદિ-અનંત છે. આથી નમસ્કાર મહામંત્રની રચના કોણે કરી એ પ્રશ્ન જ રહેતો નથી. નમસ્કાર મહામંત્ર શબ્દથી નિત્ય છે અને અર્થથી પણ નિત્ય છે એટલે કે શાશ્વત છે. કોઇપણ તીર્થકરના કાળમાં નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે તે જ શબ્દો રહે છે. તેમાંથી એક પણ શબ્દ વધતો નથી કે ઘટતો નથી. તથા શબ્દોમાં ફેરફાર પણ થતો નથી. અર્થ પણ દરેક તીર્થકરના કાળમાં એક સરખો જ રહે છે. જેવી રીતે દરેક ચોવીસીમાં લોગસ્સ સૂત્રના શબ્દોમાં ફેરફાર થઇ જાય તેમ નમસ્કાર મહામંત્રના શબ્દોમાં ફેરફાર ન થાય.
શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમ પદ “નમો અરિહંતાણં” અને બીજું પદ “નમો સિદ્ધાણં” છે.
- સિદ્ધ પરમાત્માએ ઘાતી અને અઘાતી બધા કર્મોનો નાશ કર્યો છે પરંતુ અરિહંત પરમાત્માએ તો ફક્ત ઘાતી કર્મોનો જ નાશ કરેલો છે. તો પણ
અરિહંત પરમાત્માને પહેલા અને સિદ્ધ પરમાત્માને તેમના પછી કેમ નમસ્કાર કર્યા છે?
- કારણ એ છે કે,
- અરિહંત પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે અને મુક્તિનો માર્ગ દર્શાવે છે.
- સિદ્ધ પરમાત્માની ઓળખ પણ અરિહંત પરમાત્મા જ કરાવે છે.
- સિદ્ધપદ સાધ્ય છે અને એ સાધ્ય કરવાની સમજ અરિહંત પરમાત્મા જ આપે છે.
- એથી કરીને અરિહંત પરમાત્મા પ્રથમ પદમાં છે. એ જ આપણા માટે સૌથી પ્રથમ આરાધક છે એટલે જ શ્રી નમસ્કાર મંત્રમાં પ્રથમ પદ “નમો અરિહંતાણં” અને બીજું પદ “નમો સિદ્ધાણં” છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶