ભાગ ૩૦(૨/૨): શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો
દરેક વખતે નમો નમો બોલવાથી શું ફાયદો?
- દરેક વખતે નમો નમો બોલો એટલે નવું નવું પુણ્ય ઉપાર્જન થાય છે.
- પુણ્ય કર્મ કરતા પુણ્યની અનુમોદના ચઢી જાય છે.
- પુણ્ય કર્મ ૫-૧૦ મીનીટ થાય, અમુક વખત જ થાય તેથી વધારે ના થાય.
- પણ અનુમોદના તો જેટલી કરવી હોય ત્યાં સુધી થાય છે.
જેના પ્રત્યે પ્રીતિ હોય તેનું નામ કેટલી વાર બોલાય છે? કારણ કે તે વખતે મનમાં નવા નવા ભાવ આવે છે.
- આદર એવી ચીજ છે કે તેનું નામ વારંવાર બોલ્યા કરે છે.
- ઘણા કહે છે મારા પિતાશ્રી આમ કહેતા હતા, મારા પિતાશ્રી આમ કરતાં હતાં,
- અહીં શ્રી નવકારમાં પણ બધી વ્યક્તિ પૂજ્ય છે, બધા ઉપર આદર છે, તેનું સૂચક વારંવાર નમો પદ છે.
- એક વાર નમો બોલો અને વારંવાર નમો બોલો એ કેટલો બધો આદર બતાવે છે, જેટલી વાર નમો બોલો તેટલી વાર નવું પુણ્ય બંધાય છે.
- આપણે અગાઉ ના ભાગ માં શાલિભદ્રે ખીર વહોરાવી તેનું દ્રષ્ટાંત જોઇ ગયા છીએ.
- તેમાં ખીર વહોરાવવાનું કાર્ય તો ૫ મીનીટનું હશે પણ પછી અનુમોદનાના જોરે પુણ્યના થોક ઉપાર્જન કર્યા છે.
- પુણ્યકર્મ કરો અને અનુમોદના ન કરો તો તે પુણ્યાનુબંધી પુણ્ય ન બને, અનુબંધ ન પડે, તે પુણ્ય સંસ્કાર ઉભા ન કરે.
નમો માં દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર હોય છે.
- દ્રવ્યનમસ્કારમાં શરીર-ઇન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી છે.
- ભાવનમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી તેમાં મનોગુપ્તિ પણ રહેલી છે.
- નમો ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સીવાય કશું ઉચ્ચારણ ન હોવાથી તેમાં વચનગુપ્તિ પણ રહેલી છે.
-
આમ, ત્રણે પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે.
- નમો માં નમવાનો-નમનનો ભાવ છે.
- નમન એટલે ન-મન : મન પોતાના સાંસારિક ભાવોમાં ન રહે, તે ન-મન એટલે, નિર્વિકલ્પ દશા.
- મન જ્યારે પરભાવમાંથી નીકળી સ્વભાવમાં સ્થિર થાય ત્યારે નમન બને છે. નમો નું આ રહસ્ય છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶