ભાગ ૩૦(૧/૨): શ્રી નમસ્કાર મહામંત્રના પદોમાં નમો
શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમ પદથી પાંચમાં પદ સુધી દરેક પદમાં નમો પ્રથમ મુકેલ છે.
શ્રી નવકાર મંત્રમાં ૫ વખત નમો પદ કેમ મૂક્યું? નમો અરિહંત સિદ્ધ -આચાર્ય એમ ભેગું કર્યું હોય તો ના ચાલે?
-
પાંચે પરમેષ્ઠિમાં ફક્ત ૧ જ વખત નમો પદ પ્રયોજાય તો અર્થ તો સ્પષ્ટ જ છે તો પાંચ વખત નમો પ્રયોજવાથી મંત્ર શિથિલ ન બની જાય? એ વાત સાચી છે કે મંત્રની અંદર ઓછામાં ઓછા અક્ષરો હોય છે પરંતુ શ્રી નવકાર મંત્ર વિશિષ્ટ કોટિનો મંત્ર છે. નમો પદ પાંચ વાર પ્રયોજવાથી તે શિથિલ બનતો નથી.
- એક પદમાં થી બીજા પદમાં જવા માટે વિરામ તરીકે તે ઉપયોગી છે, લય પણ સંચવાય છે.
- પ્રથમ પદ સાથે જ નમો પદ જોડાયું હોય અને બાકીના ૪ પદ સાથે ન જોડાયું હોય તો છેલ્લેથી કે વચ્ચેથી શ્રી નવકાર ગણનાર માટે પરમેષ્ઠિના ચાર પદની સાથે નમો શબ્દ આવશે નહીં તો નમો વગર એ મંત્રનો જાપ અધુરો ગણાશે.
- વળી શ્રી નવકાર મંત્રમાં કેટલીક આરાધના માટે માત્ર કોઇપણ ૧ જ પરમેષ્ઠિનો જાપ થાય છે, જેમ કે નમો સિદ્ધાણં અથવા નમો આયરિયાણં ઇત્યાદિ. સિદ્ધચક્રપૂજન તથા અન્ય અનુષ્ઠાનોમાં આવો ૧ પદનો જાપ થાય છે.
- હવે જો ત્યાં નમો પદ ના હોય તો જાપ અધૂરો રહેશે. એમાં ભાવ નહીં આવે.
- એટલે શ્રી નવકાર મંત્રમાં પાંચે પરમેષ્ઠિ સાથે નમો પદ જોડાયું છે તે યોગ્ય જ છે.
આમ તો ૫ પદ ઉપરાંત છઠ્ઠા પદ “એસો પંચ નમુક્કારો” માં પણ નમો પદ ગુંથી લેવામાં આવ્યું છે.
- શ્રી નવકાર મંત્ર માં આ રીતે છ વખત બોલાય છે. તે પણ સહેતુક છે.
- નમો દ્રારા મનને શુદ્ધ કરવાનું છે અને મન દ્રારા ૫ ઇન્દ્રિયોને પરિશુદ્ધ કરવાની છે. આ રીતે ૫ ઇન્દ્રિય અને મન એ રીતે નમો ની ૬ ની સંખ્યાને સુચક રીતે ઘટાવાય છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶