ભાગ ૩: નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર છે.
આગળના ભાગમાં આપણે નવકાર મંત્રના દરેક પદોનો અર્થ વિશે જોયું…
હવે આગળ,
નવકાર મંત્ર એ સિધ્ધ, શાશ્વત અને મહામંત્ર છે.
સિધ્ધ મંત્ર શા માટે?
- એ અનાદિ અનંત છે,
- એના સ્મરણથી અનેક સિધ્ધિઓ અને લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,
- અષ્ટસિધ્ધિ અને નવનિધિ પ્રગટ થાય છે, એ ચૌદ પૂર્વનો સાર છે
- એક એક અક્ષરના રટણ માત્રથી અડસઠ તીર્થની સ્પર્શનાનો લાભ મળે છે,
- એ અનંત જ્ઞાન અને ગુણોનો રત્નાકર છે.
શાશ્વતમંત્ર શા માટે?
- આ મંત્રનો ક્યારે પણ નાશ થવાનો નથી
- અનંત કાળચક્રના પ્રવાહની સાથે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી કાળમાં અનંતી ચોવીસીઓની સાથે અનંતા તીર્થંકરના શાસનકાળ દરમ્યાન નવકારમંત્રના પદ કે અક્ષરમાં કોઇ જ ફેરફાર થયો નથી.
મહામંત્ર શા માટે?
- એ સર્વ મંત્રનો સાર છે,
- વિધ્નોને હરનાર છે,
- એનો મહિમા અપાર છે.
- એ સર્વે મંત્રોમાં શિરોમણી અને મંત્રાધિરાજ છે,
- સિધ્ધ પુરૂષોથી સાક્ષાત્કાર થયેલ છે.
હવે પછીના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર માં ૐ નું મહત્વ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶