ભાગ ૨૮: શ્રી નમસ્કાર મંત્રના પ્રભાવની કથા
- શ્રેણિક રાજા એક ચિત્રશાળા બંધાવતા હતા, તેમાં દેશ-વિદેશના અનેક ચિત્રકારો કામ કરી રહ્યાં હતા.
- પરંતુ તેનો મુખ્ય દરવાજો ઘણી કાળજીથી બાંધવા છતા તૂટી પડતો હતો. આથી રાજા મુંઝાયા, તેમણે જયોતિષીઓ ની સલાહ લીધી, જ્યોતિષીઓ એ ૩૨ લક્ષણાં બાળકનું બલિદાન આપવાની સલાહ આપી.
- પરિણામે નગરમાં ઢંઢેરો પીટાયો, કોઇ પોતાનો ૩૨ લક્ષણો બાળક આપે તો ભારોભાર સોનુ તોલી આપવાની જાહેરાત થઇ.
-
પણ આવા કામ માટે કોઇ પોતાના બાળકની બલિ દેવા તૈયાર ન થયું.
- આખરે એક ગરીબ બ્રાહ્મણ કુટુંબ પોતાના પૂત્રો માંથી અમરકુમારને બલિ દેવા માટે તૈયારી બતાવી.
-
જ્યારે અમરકુમારને ખબર પડી ત્યારે તે ખુબ જ રડવા લાગ્યો અને માતા-પિતા ને બલિ ન દેવા માટેની વિનંતી કરી, પરંતુ માતાને તેના ઉપર ઘણો જ દ્રેષ હતો એટલે આખરે તેમણે રાજસેવકોને સોંપ્યો.
- તેઓ રાજ મહેલમાં લઇ ગયા અને તેની ભારોભાર સોનુ બ્રાહ્મણ દંપતિને આપ્યું.
-
તેઓ ખુબ ખુશ થઇ ગયા. યોગ્ય મુર્હતે તેનું બલિદાન આપવાની તૈયારી થઇ, યજ્ઞકુંડમાં અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ભભુકવા લાગી, બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર શરુ કર્યા.
- અમરકુમાર વિચારે છે, “હવે મારે શું કરવું? હમણાં મને હોમી દેવામાં આવશે.”
- એવા માં તેને જૈન મૂનિએ શિખવેલો શ્રી નમસ્કાર મંત્ર યાદ આવ્યો અને તે અત્યંત શ્રદ્ધાથી સ્મરણ કરવા લાગ્યો અને તે સ્મરણમાં લીન થઇ ધ્યાનસ્થ બની ગયો.
-
પુરોહિતોએ “ૐ સ્વાહા: ૐ સ્વાહા:” કહી, તેને ઉઠાવી અગ્નિકુંડમાં પધરાવ્યો પણ તે જ વખતે અગ્નિજ્વાળાઓ શાંત થઇ ગઇ અને અમરકુમાર એક યોગી જેવો દેખાવા લાગ્યો, તેની કાયાને ડાઘ સરખો પણ લાગ્યો ન હતો. શ્રી નમસ્કાર મંત્રનો કેવો અજબ પ્રભાવ!
- આ વખતે રાજા પોતાના સિંહાસન પરથી ઉથલી પડ્યા, બધા બ્રાહ્મણો ભોંય ભેગા થઇ ગયા.
- રાજ્યસભામાં બધા કહેવા લાગ્યા, આ કોઇ મહાપુરૂષ લાગે છે.
- અમરકુમારે નમસ્કાર મંત્ર ભણી પાણીના છાંટડા રાજા અને બ્રાહ્મણો ઉપર નાખ્યાં અને તેઓ હોશમાં આવ્યા.
- રાજાએ કહ્યું, “હે બ્રહ્મકુમાર, તું આ રાજ્ય ગ્રહણ કર.”
-
અમરકુમાર: “હું તો હવે ચારિત્ર ગ્રહણ કરવા ઇચ્છું છું અને તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું તથા પરમપદ ની પ્રાપ્તિ કરી.”
- શ્રી નવકાર મંત્રના પ્રભાવથી અને અમરકુમારની શ્રદ્ધાથી તેમની બલિ થતા બચી ગઇ અને તેણે પરમપદ પ્રાપ્ત કર્યું.
- આ રીતે જો આપણે પણ શ્રી નવકાર મંત્રની શ્રદ્ધાપૂર્વક સાધના કરીએ તો તેનું અચિંત્ય ફળ મળે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶