ભાગ ૨૭: શ્રી નવકાર મંત્ર ક્યારે ગણાય?
- શ્રી નવકાર મંત્ર પોતાના સ્વાર્થ માટે ન ગણાય.
- મારો પ્રતિસ્પર્ધી નબળો પડે તે માટે ન ગણાય. vરોગ દૂર કરવા માટે પણ ન ગણાય. કારણ કે રોગ દૂર કરીને ભોગ માટે ઇચ્છતા હોય તો ન ગણાય પરંતુ રોગ દૂર કરી શરીરનો ઉપયોગ ધર્મ પ્રવૃતિ ને વેગ આપવા માટે કરવો હોય તો ગણાય.
- જીવને સમાધિ આપવા માટે ગણી શકાય.
- ચિત્ત આપતિમાં દીન ન બને અને સંપતિમાં લીન ન બને તે માટે નવકાર ગણી શકાય.
- કોઇપણ માંગલિક કાર્ય કરતા પહેલા શ્રી નવકાર ગણીએ છીએ. જેમ કે, પેઢીએ જતા પહેલાં શ્રી નવકાર એટલા માટે ગણવાનો કે કમાવું એ પાપ છે પરંતુ સંસાર માં હોવાથી કમાવા જવું પડે તો હવે અનીતિ વગેરે કોઇ પાપ ન થાય.
- જમ્યા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણવાનો કે આહારમાં આસક્તિ વળગી ન જાય.
- ઉઠતા શ્રી નવકાર એટલા માટે ગણવાનો ઉઠયા પછી મારાથી કંઇ ખોટું ન થાય.
- સુતા પહેલા શ્રી નવકાર એટલા માટે ગણવાનો કે મૃત્યુ પામું તો મારી સદગતિ થાય.
- ખરેખર તો શ્રી નવકાર પાસે દુન્વયી સમૃદ્ધિની માંગણી કરવી તે તેનો જે અખૂટ સુખ આપવાનો ભાવ છે, તેનો ઇન્કાર કરવા સમાન છે.
શ્રી નવકાર કોને અપાય?
- “જેનો સંસારનો લગાવ ઢીલો નથી પડ્યો” તેને જ્ઞાની પુરુષોએ શ્રી નવકાર પણ આપવાની ના પાડી એટલે કે ઉપધાન કરે તેને જ શ્રી નવકાર આપવાનો.
- અને ઉપધાન કરતી વખતે બાહેંધરી લેવામાં આવે છે કે હું સંસારનો લગાવ નહીં રાખુ પછી જ સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે.
- સમ્યક્ત્વ ઉચ્ચરે તેને જ ઉપધાન કરાવામાં આવે છે.
- સમ્યકત્વ ઉચ્ચરવું એટલે સંસારનો લગાવ હું નહીં રાખું એવી બાહેંધરી.
- “ગીતાર્થોએ જેવો બાળક સમજણો થશે ત્યારે તે ઉપધાન કરી લેશે” એવો વિશ્વાસ મૂકી શ્રી નવકાર સાંભળવાની અને કંઠસ્થ કરવાની છુટ આપી છે પરંતુ જેણે ઉપધાન નથી કર્યા તેના માથે એક મોટું દેવું છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶