🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૬ (૫/૫): શ્રી નમસ્કાર મંત્ર ગણ​વાની પદ્ધતિ: અનાનુપૂર્વી

અનાનુપૂર્વી એટલે શું?

 • અનાનુપૂર્વી એટલે આનુપૂર્વી નહીં તે.
 • આનુપૂર્વી એટલે જેમાં નિયમિત અનુક્રમ સચવાયેલો રહેતો હોય તે.
 • એટલે કે, જેમાં આનુપૂર્વીનો ક્રમ સાચવવામાં આવ્યો ન હોય અથ​વા ક્રમને હેતુપૂર્વક બદલવામાં આવ્યો હોય તે અનાનુપૂર્વી બને છે.

એક યંત્રમાં ૫ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ૨૪ યંત્રની (૨૪ તીર્થંકરોના) અંદર ૫ પદની અનાનુપૂર્વી આપી શકાય​.

જો યંત્રમાં ૬ અનાનુપૂર્વી આપવામાં આવે તો ૨૦ યંત્રમાં (૨૦ વિહરમાન જિનેશ્વરો) ૫ પદની અનાનુપૂર્વી આપી શકાય​.

૨૦ યંત્રો વાળી અનાનુપૂર્વી:

 • દરેક યંત્રમાં આડા ૫ અને ઉભા ૬ ખાના મળી કુલ ૩૦ ખાના હોય છે.
 • તેની આડી હાર માં ૧ થી ૫ સુધી નાં આંકડા જેના અનુક્રમ નથી એટલે તે અનાનુપૂર્વી કહેવાય છે.
 • તેના વ્યુત્ક્રમ​વાળા પદોની ગણના કરતાં ચિત્ત​ અન્ય વિચારોમાં ભટકતું બંધ થઇ જાય છે અર્થાત એકાગ્રતા અનુભ​વે છે અને તે જ તેની સાચી મહત્તા છે જે કર્મ બંધન છેદ​વામાં ઉપકારક નીવડે છે.
 • જે પાપ છમાસિક કે વાર્ષિક ભારે તપ કર​વાથી નાશ પામે છે તે પાપ નમસ્કાર મંત્રની અનાનુપૂર્વી ગણ​વાથી અર્ધક્ષણમાં નાશ પામે છે.
 • જે મનુષ્ય સાવધાન મનવાળો બની ને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીધ્ર મુક્ત થઇ જાય છે.
 • બીજા પણ ઉપસર્ગો, અન્ય ભય તથા દુષ્ટ રોગ અનાનુપૂર્વીને ગણ​વાથી શાંત થઇ જાય છે.

અનાનુપૂર્વી આપણે ૨ રીતે ગણી શકાય​.

 1. સંખ્યાની રીતે,
 2. રંગની રીતે

સંખ્યાની રીત​:

 • અનાનુપૂર્વીના યંત્રમાં જ્યાં:
   
1 હોય ત્યાં: નમો અરિહંતાણં
2 હોય ત્યાં નમો સિદ્ધાણં
3 હોય ત્યાં નમો આયરિયાણં
4 હોય ત્યાં નમો ઉવજ્ઝાયાણં
5 હોય ત્યાં નમો લોએ સ​વ્વસાહૂણં
 • એ પ્રમાણે આડી લાઇનમાં ગણવું.

સંખ્યાની રીત માટે નીચે આપેલ​ વિડીયો જોઇ શકશો:

રંગની રીત:

 • અનાનુપૂર્વીના યંત્રમાં જ્યાં:
   
સફેદ હોય ત્યાં નમો અરિહંતાણં
લાલ હોય ત્યાં નમો સિદ્ધાણં
પીળો હોય ત્યાં નમો આયરિયાણં
લીલો હોય ત્યાં નમો ઉવજ્ઝાયાણં
કાળો હોય ત્યાં નમો લોએ સ​વ્વસાહૂણં
 • એ પ્રમાણે આડી લાઇનમાં ગણવું.

રંગની રીત માટે નીચે આપેલ​ વિડીયો જોઇ શકશો:
શેર કર​વા નીચે ક્લિક કરો