ભાગ ૨૬ (૩/૪): કરમાળા દ્રારા જાપ:
કરમાળા એટલે શું?
- કરમાળા એટલે કરની આંગળીઓના વેઢા.
- કર એટલે હાથ, તેની આંગળીઓમાં જે વેઢા હોય છે તેને અમુક રીતે અનુસરવા તેને આવર્ત કહેવામાં આવે છે.
- આ આવર્તો નંદાવર્ત, શંખાવર્ત વગેરે અનેક પ્રકારના હોય છે. તેમાંથી
- જમણા હાથે નંદાવર્તના ધોરણે ૧૨ વાર સ્મરણ કરવું.
- ડાબા હાથથી શંખાવર્તના ધોરણે ૯ વાર ગણના કરવી.
- આ રીતે કુલ ૧૦૮ વાર ગણના થાય છે.
- આવર્તમાં ૪ આંગળીના ૧૨ વેઢાનો ઉપયોગ થાય છે. આ રીતે ડાબા હાથે શંખાવર્ત અને જમણા હાથે નંદાવર્તની ગણના નીચે પ્રમાણે થાય છે.
નીચે મુજબ જ્યારે હાથની હથેળીને આપણી સન્મુખ રાખીએ ત્યારે
- 🔴 અંગુઠા પછીની આંગળીને તર્જની,
- 🔵 તેના પછીની આંગળીને મધ્યમા,
- 💎 તેના પછીની આંગળીને અનામિકા
- 🔺 અને છેવટની નાની આંગળીને કનિષ્ઠિકા કહેવામાં આવે છે.
🤚 ડાબા હાથે શંખાવર્ત:
7⃣ | 8⃣ | 9⃣ | |
6⃣ | 1⃣ | 2⃣ | |
5⃣ | 4⃣ | 3⃣ | |
🔴 | 🔵 | 💎 | 🔺 |
✋ જમણા હાથે નંદાવર્ત:
3⃣ | 4⃣ | 5⃣ | 1⃣2⃣ |
2⃣ | 7⃣ | 6⃣ | 1⃣1⃣ |
1⃣ | 8⃣ | 9⃣ | 1⃣0⃣ |
🔺 | 💎 | 🔵 | 🔴 |
વધુ માહિતી માટે નીચે આપેલ VIDEO જુવો.
-
જમણા હાથ માં ૧ થી શરુ કરીને ૧૨ સુધી અનુક્રમે ચડીયાતા અંકો ઉપર અંગૂઠો ફેરવતા જવાનો છે. એ રીતે બધા વેઢા ઉપર અંગુઠો ફરી જાય, ત્યારે ૧ આવર્ત થયો ગણાય.
-
આ રીતે નંદાવર્તમાં ૧૨ ની ગણના થાય ત્યારે ડાબા હાથનો અંગૂઠો ૧ ઉપર મુકાય, બીજી વાર ની ગણના થાય ત્યારે તે અંગુઠો ૨ ઉપર મુકાય, આ રીતે શંખાવર્ત પદ્ધતિથી ૯ ના આંક ઉપર પહોંચતા સ્મરણની સંખ્યા ૧૦૮ થાય છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶