ભાગ ૨૬ (૨/૪): કમળબંધ જાપ કરવાની રીત
-
આઠ પાંખડી વાળા શ્વેત કમળની હ્રદયમાં કલ્પના કરીને તેની કર્ણિકા એટલે તેના મધ્યભાગમાં નમો અરિહંતાણં એ પ્રથમ પદની સ્થાપના કરીને તેનું ચિંતન કરવું.
-
નમો સિદ્ધાણં થી નમો લોએ સવ્વસાહૂણં સુધીના ૪ પદોને અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાની પાંખડીઓમાં સ્થાપી અને તેનું ધ્યાન કરે અને ચૂલિકાના એસો પંચ નમુક્કારો થી પઢમં હવઇ મંગલં સુધીનાં ચાર પદોને અનુક્રમે અગ્નિકોણ, નૈઋત્યકોણ, વાયવ્યકોણ અને ઇશાનકોણમાં સ્થાપન કરીને તેનું ધ્યાન કરવું.
વધુ માહિતી માટે નીચે આપેલ વિડીયો જુવો.
- મન-વચન-કાયાની શુદ્ધિ પૂર્વક ૧૦૮ વાર શ્રી નવકાર મંત્રનું ઉપરની રીતે ચિંતન કરનાર ભોજન લેવા છતાં ૧ ઉપવાસનું ફળ પામે છે, પરમાર્થ થી તો શ્રી નવપદો ના જાપનું ફળ સ્વર્ગ અને મોક્ષ કહ્યું છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶