ભાગ ૨૬ (૧/૪): માળા દ્રારા શ્રી નવકાર મંત્ર જાપ
માળા દ્રારા શ્રી નવકાર મંત્ર જાપ:
- જાપ માટે પ્લાસ્ટીકની માળા વપરાય જ નહીં.
- શુદ્ધ અખંડ સુતરની માળા વાપરવા ઉપયોગ રાખવો.
- રેશમની માળા, ચંદન, રુદ્રાક્ષ, સ્ફટિક આદિ ની માળા પણ શક્તિ મુજબ લઈ શકાય.
- શાંતિ અને શુભ કાર્ય માટે સફેદ રંગની માળા લેવી.
- જાપના ઉપયોગમાં લેતા પહેલા માળાને શ્રી ગુરુભગવંત પાસે મંત્રાવવી જોઇએ.
- જે માળાથી શ્રી નવકાર મંત્ર ગણતા હોઇએ તે માળાથી અન્ય મંત્ર ન ગણવા જોઇએ.
- પોતાની અને મંત્રેલી માળા જ વાપરવી.
માળા શરુ કરતા પહેલાં:
- અત્યંત ભાવપૂર્વક ૩ નવકાર મંત્ર મનમાં બોલવા.
- મહાવીર પ્રભુ, ગૌતમસ્વામી તથા ગુરુ મહારાજ નું સ્મરણ કરવું.
નીચેની ભાવના ભાવવી.
શિવમસ્તુ સર્વ જગત:
પરહિત-નિરતા ભવન્તુ ભૂતગણા:
દોષા: પ્રયાન્તુ નાશં,
સર્વત્ર સુખી ભવંતુ લોકા:
- માળા ૪ આંગળીઓ પર રાખી, અંગુઠાથી માળાને નખ ન અડે તે રીતે મણકો ફેરવવો.
- માળા ગણતી વખતે એક મણકા ઉપર મંત્ર પૂર્ણ બોલાય ગયા પછી જ બીજા મણકાને અડવું જોઇએ.
- નાભીથી ઉપર તેમજ નાસિકા (નાક) થી નીચે અને હ્રદયની નજીક હોવી જોઇએ.
- માળા જમીન કટાસણા, ચરવળા કે મુહપતિ ઉપર ન રાખવી જોઈએ
- માળા શરીરના અન્ય ભાગને તેમજ વસ્ત્રોને ન અડવી જોઇએ.
- એક માળા પૂરી થાય ત્યારે માળામાં કેન્દ્રિત થયેલ શક્તિને આપણા દેહમાં સ્થાપિત કરવા ભાવ પૂર્વક માળાના ફુમતાને બે આંખે સ્પર્શ કરાવવો.
- માળા પૂરી થાય ત્યારે ફુમતાને ઓળંગી બીજી માળાની શરુઆત ન કરવી, પણ માળાને ઉલ્ટાવી છેલ્લે આવેલા મણકાથી પુન: માળાની શરુઆત કરવી.
- જાપ દ્રારા ઉત્પન્ન થયેલા આરાધક ભાવને ટકાવી રાખવા સંકલ્પ પૂર્વક ૧૨ નવકાર ગણવા અને મંગળ ભાવના કરવી.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶