ભાગ ૨૫: શ્રી નવકાર મંત્ર બોલવાની પદ્ધતિ
શ્રી નવકાર મંત્ર તો આપણે સૌ બોલતા હોઇએ છીએ પણ શું આપણને શ્રી નવકાર બોલવાની સાચી પદ્ધતિ ખબર છે?
શ્રી નવકાર મંત્ર કઇ રીતે બોલવો?
- જેમ ફાવે તેમ બોલીએ તો ધ્વનીના નિશ્ચિત આંદોલનો ઉભા થતા નથી. ષડચક્રો કુંડલીની આદિ ઉપર તેની અસર પડતી નથી.
આપણે ત્યાં શ્રી નવકાર મંત્ર બોલવાની આરોહ - સમ - અવરોહ ની પદ્ધતિ છે - લય છે, તે રીતે બોલવાથી:
- મોહ ના સંસ્કારો હાલી ઉઠે છે.
- અનાદિ સંસ્કારોની પ્રબળતા મંદ પડે છે.
- આધુનિક વિજ્ઞાન પણ જુદા-જુદા ધ્વનિથી થતી અસરોની વિવિધતા સ્વીકારે છે.
આરોહ - સમ - અવરોહ એટલે શું?
- ↗ આરોહ: ધ્વની ઉંચો જાય.
- ➡ સમ: ધ્વની સમાન ચાલે.
- ↘ અવરોહ: ધ્વની નીચે ઉતરે.
- શ્રી નવકાર મંત્રના છેલ્લા ચાર પદ અનુષ્ટુપ છંદમાં છે.
- આ રીતે શ્રી નવકાર મંત્ર બોલવાથી સાધકોને ખુબ જ લાભદાયી નીવડશે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶