🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૫B: શ્રી નવકાર મંત્રને ભૂલીને નવગ્રહની પૂજા-અર્ચના કરાય​?

પ્રતિકૂળ સંયોગો અને સુખની આશામાં ફાંફા મારતો જીવ જ્યોતિષીઓ અને તેવા અનેકના દરવાજા પર માથા પટકે છે…

  • તેઓના કહેવા મુજબ વ્રત-બાધા-ઉપવાસ-યજ્ઞ-રત્ન-દોરાધાગા વિગેરે કર્મકાંડ કરે છે કરાવે છે, અનેક ઉપાયો અર્થ અને કામની સિદ્ધિ માટે કરતો જીવ​ તેને જ ધર્મ માનીને દુઃખમાંથી મોક્ષ પ્રાપ્તિની ચેષ્ટા એ તો બકરીના ગળાના આંચળમાંથી દૂધ પ્રાપ્ત કરવાની લાલસા જ છે ને!

શ્રી નવકાર મંત્ર​ને ભૂલીને નવગ્રહની પૂજા-અર્ચના કરીને દુઃખ દૂર કરવાની બેવકૂફી જૈન કરે?…. હરગીઝ નહીં…

  • ઇક્કો વિ નમુક્કારો - નવકારના એક જ વારના નમસ્કારથી “સવ્વ પાવપ્પણાસણો” ની સાધના અને સિદ્ધિની વાત જ નિરાળી છે.
  • બંધનથી એટલે કે બંધ થી મુક્ત થવા પ્રયાસ કરે છે તે આત્મા છે.
  • ગ્રહોને આત્મા છે…પરંતુ આત્માને ગ્રહો નથી…કર્મો છે…
  • નિશ્ચિત આયુષ્ય કર્મ પૂર્ણ થતાં ગ્રહને છોડીને ગ્રહમાં રાજા તરીકે ઉત્પન્ન થયેલ આત્મા પોતાના બાકીના કર્મ ખપાવવા કે ભોગવવા વિદાય લે છે અને બીજો આત્મા તે ગ્રહોમાં સ્થાન લે છે આમ પરંપરા ચાલ્યા જ કરે છે…

જીવમાત્રના કર્મોનો હિસાબ એટલે ગ્રહોની ગતિ

  • શરીર ધારણ કરતાની સાથે ક્યાં કર્મ ક્યારે ઉદયમાં આવશે તેનો નકશો એટલે કુંડળી અને ગ્રહો-નક્ષત્રો તથા રાશિની સ્થિતિ.
  • ગ્રહો પોતે કોઈને સુખ કે દુઃખ નથી આપતા પરંતુ તેની ભ્રમણ ગતિથી વિદિત કરે છે.

શરીરધારી આત્માને ક્યારે ક્યું સુખ કે દુઃખ કર્મવિપાકે પરિપક્વ થઈ ને મળશે તેની ગણતરી એટલે જન્મ કુંડળી.

  • દુઃખ મળતા ગ્રહોને દોષ દેવો તે ભૂલ છે ગ્રહો તો જાણ કરે છે અને સાધક આત્માને ખબરદાર સાવધાન કરે છે કે આવનાર દુઃખ દેનાર પાપ કર્મો શ્રી નવકારમંત્રનું સાતમું પદ “સવ્વ પાવપ્પણાસણો” એક​ એવી ખાતરી છે જેની પર સર્વે પાપ કર્મોનો નાશ કરી જીવ સઘળા સુખને ભોગવી અંતે સિદ્ધ થાય.

જે જીવ આ માર્ગદર્શન સ્વીકારી નવકારમય​ થાય છે ત્યારે ગ્રહો સ્વયં ફરી જઈને તેને અનુકૂળ થઈ જાય છે…

  • અનુકૂળ કે પ્રતિકૂળ ગ્રહો નથી આપણા કર્મો છે.
  • અગર ગ્રહોની ગતિ તથા તેના સંકેત સમજીને યોગ્ય સાધના જપ તપ વિગેરે કરાય તો ગ્રહો હિતચિંતક માર્ગદર્શક મિત્ર કે બિરાદર ની ગરજ સારે છે.
  • ગ્રહો પોતાની પૂજા અર્ચના માંગતા જ નથી તેઓ પોતે જ અરીહંત પ્રભુના ભક્તો છે અને ભક્તિનો માર્ગ બતાવે છે સંકેત સમજીને સાધનામય​ જીવન જીવનારા તરી જાય છે બાકીના ગ્રહોને નડતર માનીને કાં તો તેનાથી ડરે છે અથવા તો ભાંડે છે.
  • સાચી સમજ આવતા આત્મા સાધના કરે છે અને દુઃખથી દૂર થાય છે…

સંબંધ કર્મોનાં કારણે બંધાઈ છે અને કર્મોનો ક્ષય થતાં ગમે તેવો સંબંધ પણ​ પૂર્ણ થાય​ છે…

  • મહાવીરસ્વામી અને ગૌતમસ્વામીનો સંબંધ મહાવીરસ્વામીની દ્રષ્ટી એ સંબંધ હતો જ નહીં વીતરાગ ને રાગ ક્યાંથી હોય એટલે કે વીતરાગના દ્રષ્ટિકોણથી સબંધ બંધાયો જ નહોતો
  • તેવી જ રીતે ગૌતમસ્વામીનો મહાવીરસ્વામી સાથેનો સંબંધ જાણે કે ભવોભવની પ્રીતિ અનાદિ-અનંત-અખંડ-અછેદ-અભેદ અને સનાતન સબંધ જ્યાં બંધ અને સંબંધ સિવાય કાંઈ જ ન મળે તેવી સ્થિતિ આવો ઊંચો સંબંધ ક્ષણભર ના વિલાપમા કે રાત ભરનાં વિલાપમા શોધ્યો ન જડે એવી સ્થિતિમાં આવી ગયો.
  • જ્યાં કેવળનો સૂર્ય પ્રકાશ્યો અઠ્યાસી એ અઠ્યાસી ગ્રહો તમામ નક્ષત્રો આકાશ ગંગા સાથે ક્યાં વિલીન થઈ ગયા તેનો પત્તો રહ્યો નહીં અને કેવળજ્ઞાન જ પ્રકાશ્યું.

જે તમામ બંધ અને સંબંધથી મુક્ત થવા કોશિશ કરે છે તે જ આત્મા છે બાકી સંબંધો તમામ મિથ્યા છે પછી તે ગ્રહો સાથેના હોય કે આત્મા સાથેના હોય!




શેર કર​વા નીચે ક્લિક કરો