🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૪(૨/૨): નમસ્કાર મહામંત્રમાં પાંચ કે ન​વ પદો?

આપણે આગળના ભાગમાં જોયું, છોકરાની મા પ્રત્યેની શંકા અશુભ શ્રદ્ધામાં પરિણમી, હ​વે આગળ જોઇએ…

 • મા પ્રત્યેની શંકાને કારણે છોકરો દિન પ્રતિદિન દુર્બળ બનતો ગયો. છોકરાને દુર્બળ બનતો જોઇને માને ચિંતા થઇ, તેણે છોકરાના પિતાને કહ્યું આપણા મોટા દીકરાના શરીરમાં કંઇક રોગ હોવો જોઇએ, તેનો ખોરાક સાવ ઓછો થઇ ગયો છે.
 • બહુ ઊંઘતો પણ નથી, માટે વૈદ્યને બતાવવું જોઇએ.
 • વૈધે શરીર તપાસીને કહ્યું આને નબળાઇ સિવાય કોઇ રોગ નથી.
 • નબળાઇ દૂર કરવા રોજ ગરમાગરમ અડદની રાબ ખવરાવવા કહ્યું.
 • બીજા દિવસે સવારે તે છોકરાને અડદની રાબ ખાવા આપી.
 • રાબમાં અડદની દાળનાં ફોતરા હતા, પણ છોકરાને વહેમ પડ્યો કે, જરૂર માખીઓ મારીને દૂધમાં બાફી નાખી લાગે છે.
 • આથી તે રાબ ખાતો નથી. અને બેઠો બેઠો રાબને અને માને શંકાની દ્રષ્ટિથી જોયા કરે છે.

 • માએ કહ્યું જલ્દી ખાઇ લે, તારા માટે જ બનાવી છે.
 • છતાં તેણે રાબ ખાધી નહીં, એટલામાં તેના બાપા આવ્યા.
 • તેમણે પણ ગરમાગરમ રાબ ખાઇ જવા કહ્યું. છતાં ખાતો નથી.
 • એટલે બાપાએ લાલ આંખ કરીને કહ્યું કે, સાંભળતો નથી? જલ્દી ખાવા માંડ. તેણે ભયથી રાબ ખાવાનું શરૂ કર્યું.
 • પણ કોળિયે કોળિયે ઝેરની જ ગંધ અને માખીઓનો જ સ્વાદ આવવા લાગ્યો. કેમ કે અનેક દિવસો સુધી મારી મા મને મારી નાખશે એવું ચિંતન કર્યું છે.
 • આવી શંકાના કારણે જ એને થોડી જ વારમાં ઉલટીઓ થવા લાગી અને મરી ગયો.
 • આવી જ રાબ તેના સાવકા ભાઇએ સ્વાદ માણતા ખાધી, કારણ કે તેને મા ઉપર દઢ વિશ્વાસ હતો.

 • અહીં છોકરો “મારી મા મને મારી નાખશે” એમ દરરોજ ચિંતન કરતો હતો.
 • તેથી તેની આ શ્રદ્ધા દઢ થવા લાગી, અને એક દિવસ તેને એનું ફળ મળી ગયું.
 • એ પ્રમાણે નવકાર મંત્રના ફળનું જેમ જેમ ચિંતન વધે તેમ તેમ ફળ પ્રત્યે શ્રદ્ધા દઢ થવા લાગે.

 • આપણે પણ જ્યારે “એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો” એ પદોને મનમાં ગણીએ
 • ત્યારે આપણા આત્મામાં એવી શ્રદ્ધા જાગે છે કે “હવે ચોક્કસ મારા બધા પાપોનો નાશ થઇ જશે.”
 • “મંગલાણં ચ સ​વ્વેસિં, પઢમં હ​વઇ મંગલં” એ પદો સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
 • એટલે જેમ ચિંતન વધે તેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય છે માટે છેલ્લા ચાર પદોનું પણ રટણ કરવું જરૂરી છે.

 • હવે બીજી રીતે વિચારીએ, છેલ્લા ચાર પદો અપેક્ષાએ પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિરૂપ છે.
 • કેમ કે તેમાં નમસ્કારના ફળનું વર્ણન છે. પંચ પરમેષ્ઠિ સંબંધી નમસ્કારની સ્તુતિ પરમાર્થથી પંચ પરમેષ્ઠિની સ્તુતિ છે.
 • પંચ પરમેષ્ઠિની સ્તુતિ જેમ જેમ વધારે થાય તેમ તેમ કર્મનિર્જરા વધારે થાય.
 • આ રીતે પણ છેલ્લા ચાર પદોનુ રટણ કરવું જરૂરી છે.શેર કર​વા નીચે ક્લિક કરો