🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૪(૧/૨): નમસ્કાર મહામંત્રમાં પાંચ કે ન​વ પદો?

વજ્રસ્વામીના મહાનિશીથ સૂત્ર પ્રમાણે ન​વકારને ૯ પદ​, ૮ સંપદા અને ૬૮ અક્ષરવાળો કહ્યો છે.

  • શ્રી નમસ્કાર મહામંત્રમાં પાંચ પદો દ્વારા નમસ્કાર કરવામાં આવે છે.
  • અહીં જો પાંચ પદોથી જ નમસ્કાર કર​વામાં આવતું હોય અને બાકીના પદો જો ફક્ત સાર જ હોય તો શા માટે તેનો સમાવેશ કર​વામાં આવે છે?

  • કોઇ પણ કાર્યમાં જે પ્રમાણે ઉત્સાહ અને શ્રદ્ધા હોય તે પ્રમાણે સફળતા મળે.
  • ઉત્સાહ અને શ્રદ્ધા વધારવા માટે કાર્યના ફળનું જેમ જેમ ચિંતન વધે, તેમ તેમ તે કાર્યમાં ઉત્સાહ અને શ્રદ્ધા વધે.
  • માનસશાસ્ત્રનો નિયમ છે કે જે વસ્તુનું મનમાં જેમ જેમ ચિંતન વધે તેમ તેમ તેના પ્રત્યે શ્રદ્ધા દૃઢ બનતી જાય. શુભ વસ્તુના ચિંતનથી શુભ શ્રદ્ધા વધે છે અને અશુભ વસ્તુના ચિંતનથી અશુભ શ્રદ્ધા વધે છે.

શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે:

  • એક બાળકની માતા મૃત્યુ પામતા તેના પિતાએ બીજું લગ્ન કર્યું. સાવકી માતા બાળકને સારી રીતે સાચવતી, સાવકી માતા જેવું જરાય જણાવા દેતી નહીં. થોડા દિવસ બાદ તેને પણ એક પુત્ર થયો. તે બંને વચ્ચે સમભાવ રાખતી. બંને ભાઇઓમાં કોઇ જાણતું ન હતું કે સગું શું ને સાવકું શું?

  • આ બાળકને કોઇએ કહ્યું આ તારી સાવકી મા છે. સાવકી માનો વ્યવહાર સાવકા પુત્ર સાથે સારો ન હોય. સગા પુત્ર અને સાવકા પુત્ર એ બે વચ્ચે ભેદ રાખે. સાવકી માતા પોતાના સગા પુત્રના હિત માટે સાવકા પુત્રને મારી પણ નાખે, મારી નાખવા કાંઇક ખવડાવી પણ દે.

  • અનેકના મોઢે અનેકવાર સાંભળવાથી છોકરાને વિશ્વાસ થઇ ગયો કે, આ મારી સગી મા નથી, તે મારા કરતાં એના પુત્રની સાર-સંભાળ વધારે લે છે. તે કાંઇ ખવડાવી ન દે એ માટે સાવધ રહેવું જરૂરી છે. આમ એને સાવકી માતા વિષે શંકા થઇ ગઇ. શંકાના કારણે એ છોકરાની ભૂખ અને ઊંઘ ઓછી થઇ ગઇ. મારી મા મને મારી નાખશે એમ દરરોજ અનેકવાર તે વિચારવા લાગ્યો.

આથી શંકા શ્રદ્ધા રૂપે પરિણમી…

  • જોયું જેવું મનન - ચિંતન કર​વામાં આવશે તેવી જ દ્રઢ શ્રદ્ધા થશે.
  • જે રીતે છોકરાએ વારંવાર અશુભ ભાવોનું ચિંતન કરી અશુભ શ્રદ્ધા દ્રઢ બનાવી.
  • તે જ રીતે આપણે પણ કોઇ વસ્તુ-મનુષ્ય પ્રત્યે કોઇ અશુભ ભાવોનું ચિંતન કે મનન તો નથી કરતાને?

તો હ​વે, આપણે આગળના ભાગમાં જોઇશું કે આ અશુભ શ્રદ્ધા તે છોકરાને ક્યાં લઇ જાય છે….




શેર કર​વા નીચે ક્લિક કરો