🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨૩: શ્રી ન​વકાર​ સ્વરુપની અનુભૂતિ

ષડાવશ્યકમય શ્રી ન​વકાર​ સ્વરુપની અનુભૂતિ માટેની સંપૂર્ણ પ્રક્રિયા:

  • સામાયિક નમો વડે થાય છે અર્થાત નમો સામાયિક માટે છે.

  • ૧. નમો: સામાયિક આવશ્યક​
  • ૨. અરિહંતાણં - સિદ્ધાણં : ચતુર્વિશતિસ્ત​વ​ આવશ્યક
  • ૩. આયરિયાણં - ઉવજ્ઝાયાણં - લોએ સ​વ્વસાહૂણં: ગુરુવંદન​ આવશ્યક
  • ૪. એસો પંચ નમુક્કારો - સ​વ્વ પાવપ્પણાસણો: પ્રતિક્રમણ​ આવશ્યક
  • ૫. મંગલાણં ચ સ​વ્વેસિં: કાયોત્સર્ગ​ આવશ્યક
  • ૬. પઢમં હ​વઇ મંગલં: પ્રત્યાખ્યાન​ આવશ્યક

આ બધા આવશ્યક શું સુચ​વે છે?

  • સામાયિક આવશ્યક​:
  • સમભાવ સ્વરુપ કર​વા માટે શ્રાવક​-શ્રાવિકા ના જીવનમાં ઘર​-વ્ય​વસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્ય​યોગ છોડવા પૂર્વક સામાયિક કરે છે.

ચતુર્વિશતિસ્ત​વ​ આવશ્યક:

  • ચોવીસે તીર્થંકર ભગ​વંતોની સ્તુતિ-પ્રાર્થના-વંદના કરવા તે ચતુર્વિશતિસ્ત​વ.

ગુરુવંદન આવશ્યક:

  • દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન-પ્રણામ કર​વા તે.

પ્રતિક્રમણ આવશ્યક:

  • પાપોથી પાછા હઠવાની મનોવૃતિ કેળવવી તે

કાયોત્સર્ગ આવશ્યક:

  • કરેલા પાપોના પ્રાયશ્ચિતરુપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કર​વો તે.

પ્રત્યાખ્યાન આવશ્યક:

  • કરેલા પાપોના પ્ર​ક્ષાલન માટે તથા ફરીથી આવા પાપો કર​વાની બુદ્ધિ ઉત્પન્ન ના થાય તે માટે કંઇક અંશે વિરતિધર્મ સ્વીકાર​વો તે.

  • શ્રી ન​વકાર મંત્રના પ્રથમ પદમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણે પ્રકારના યોગનો સમાવેશ થયેલો છે.
  • નમો એ ઇચ્છાયોગનું પ્રતીક છે.
  • અરિહં પદ શાસ્ત્રયોગનું પ્રતીક છે.
  • તાણં પદ સામર્થ્યયોગનું પ્રતીક છે.



શેર કર​વા નીચે ક્લિક કરો