ભાગ ૨૨ (૨/૪): શ્રી નવકાર મંત્રમાં નમો પદ શું સુચવે છે?
આગળના ભાગમાં આપણે “શરણગમન” વિશે જોયુ. તો આ ભાગમાં આપણે દુષ્કૃતગર્હા એટલે શું? એ જાણીએ.
દુષ્કૃતગર્હા સમજવા સૌ પ્રથમ આપણે દુષ્કૃત એટલે શું? એ જાણીએ.
દુષ્કૃત એટલે
- અનાદિકાળથી જીવે બીજા જીવોનું અહિત જ કર્યું છે. એને જ સારુ માન્યું છે, આ દુષ્કૃત છે.
- દુષ્કૃત એટલે અર્થ અને કામ.
- અર્થ અને કામ પાછળ જે જીવન વેડફીએ છીએ, જે ઉચ્ચભાવો ને વેડફીએ એ જ દુષ્કૃત.
દુષ્કૃત ને દૂર કરવું એ જ દુષ્કૃતગર્હા
જરુર વિચાર થાય કે દુષ્કૃત ને દૂર કેમ કરવું?
- દુષ્કૃત ને પ્રણિધાન થી દૂર કરી શકાય.
પણ આ પ્રણિધાન એટલે શું?
-
પ્રણિધાન એટલે મન-વચન-કાયા ઓતપ્રોત કરવા. પ્રણિધાનનો બીજો અર્થ છે સંકલ્પ.
-
તો ચાલો દષ્ટાંતથી જોઇએ, સંકલ્પ કેવો જોઇએ,
- પાંચ પાંડવોની પત્નિ દ્રોપદી. એક વાર નારદ ઘરે આવે છે અને દ્રોપદીએ તેમનો વિનય ના કર્યો અને નારદ ને લાગ્યુ ખોટું.
- આકાશગામિનિ વિદ્યાથી ધાતકીખંડમાં પહોંચ્યા. ત્યાં પદ્મોત્તર રાજા આગળ દ્રૌપદીના રૂપના ખૂબ વખાણ કર્યા એટલે પદ્મોત્તર રાજા લલચાયો.
-
કોઈ પણ હિસાબે મેળવવી છે. એણે દેવમિત્રની સહાય લીધી. પેલા દેવે દ્રૌપદીને તેના પલંગ સાથે જંબુદ્વિપમાંથી ધાતકી ખંડમાં લાવીને મૂકી દીધી.
- સવાર પડતાં પાંડવોને દ્રૌપદી દેખાતી નથી. આજુ-બાજુ શોધે છે પણ પત્તો મળતો નથી.
- કૃષ્ણની સહાય લે છે. આ બાજુ નારદ અહીં આવ્યા.
- કૃષ્ણે પૂછ્યું,
દ્રૌપદી જોઈ?
- નારદ કહે,
ધાતકીખંડમાં દ્રૌપદી જેવી જ કોઈ સ્ત્રી હતી ખરી.
- કૃષ્ણ સમજી ગયા કે આ નારદજીનું જ કામ છે.
- પાંડવોને કહ્યું,
ચાલો આપણે ધાતકીખંડમાં જવું પડશે.
-
કૃષ્ણ દેવની આરાધના કરીને ૨ લાખ યોજનનો પુલ બનાવી ઘાતકીખંડમાં પહોંચ્યાં. અહીં આવીને બધા પદ્મોત્તર રાજાના રાજ્ય બહાર રોકાયા.
-
પાંડવો કૃષ્ણને કહે,
હવે તમે આરામ ફરમાવો. પદ્મોત્તર રાજાને જીતીને અમે દ્રોપદીને લઈ આવીએ છીએ.
-
કૃષ્ણ કહે પણ પેલો બળવાન છે.
-
પાંડવો કહે
કંઈ વાંધો નહિ. કરેંગે યા મરેંગે.
- દ્રૌપદીને પાછા લઈને જ ફરીશું. સંકલ્પ સાથે નીકળે તો છે પણ આ પાંચ સામે પદ્મોત્તર રાજાનું ખૂબ મોટુ સૈન્ય છે.
-
આ પાંચ ઘણી મહેનત કરે છે પણ રાજાને જીતી શક્તા નથી. વીલા મોઢે પાછા ફર્યા.
- કૃષ્ણ કહે
મને ખબર જ હતી કે તમે વીલા મોઢે પાછા ફરશો.
- પાંડવો પૂછે,
કેમ?
- કહે,
તમે ગયા ત્યારે સંકલ્પ જ અધૂરો કર્યો.
- કરેંગે યા મરેંગે એ અધૂરો સંકલ્પ છે.
-
“કરકે હી રહેંગે” એવો સંકલ્પ જોઈએ. સંકલ્પ જેટલો પ્રબળ તેટલી સિદ્ધિ નિકટ.
-
તો ચાલો આપણે પણ આપણા દુષ્કૃત દૂર કરવાનો સંકલ્પ કરીએ
- સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હવે આપણે પછી ના ભાગમાં જોઇશુ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶