ભાગ ૨૨ (૧।૪): શ્રી નવકાર મંત્રમાં નમો પદ શું સુચવે છે?
આગળનાં ભાગમાં આપણે નવકારમંત્ર એ ચૌદપૂર્વનો સાર છે એ વિશે જોયું…
શ્રી નવકારમાં આપણે “નમો” પદનું ઉચ્ચારણ કરીએ છીએ, તો એવું તો શું મહ્ત્વ છે “નમો” પદનું?
-
નમો પદ શરણગમન, દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના એ ત્રણેના સંગ્રહરુપ છે.
-
બીજી રીતે જોઇએ તો
- પ્રથમ પાંચ પદ શરણગમન સૂચવનારા છે.
- છઠ્ઠુ અને સાતમું પદ દુષ્કૃતગર્હા સૂચવનારા છે.
- આઠમું અને નવમું પદ સુકૃતાનુમોદના છે.
શરણગમન કોનું?
- ત્રણ લોકના સર્વ શ્રેષ્ઠ નાથ, અનુત્તર પુણ્યના નિધાન જેમના રાગ, દ્વેષ, મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા, અચિંત્ય ચિંતામણિ, ભવસમુદ્રમાં જહાજ સમાન, એકાંતે શરણ કરવા યોગ્ય અરિહંતોનું મને શરણ હો.
- જેઓના જરા મરણ સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મના કલંકને જેઓને વેદવાના નથી, જેમની સર્વ પીડાઓ નાશ પામી છે, કેવળજ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા, સિદ્ધિપુર નિવાસી અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતોનું મને શરણ હો…
- પ્રશાંત ગંભીર આશયવાળા, સાવધ યોગથી અટકેલા, પાંચ પ્રકારના આચારને જાણનારા, પરોપકારમાં રક્ત, પદ્માદિની ઉપમાવાળા, ધ્યાન અધ્યયનથી યુક્ત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુનું મને શરણ હો.
- સુર અસુર મનુષ્યોથી પૂજિત, મોહરૂપી અંધકારને (નાશ કરવા) માટે સૂર્યસમાન, રાગદ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન, સઘળા કલ્યાણોનું કારણ, કર્મવનને બાળવા અગ્નિસમાન, સિદ્ધપણા (મુક્તિ)ના સાધક કેવલજ્ઞાનીઓએ પ્રરૂપેલાં જૈન ધર્મનું મને શરણ હો.
શરણગમન શા માટે?
- શરણગમનથી ભવભ્રમણનો ઉચ્છેદ થાય છે
- શરણગમન - આચાર્યના આચાર-ચારિત્ર ગુણને વિકસાવે છે.
- શરણગમનથી ભવ્યત્વનો પરિપાક થાય છે.
- શરણગમન વિધ્નોથી બચાવી લે છે
દુષ્કૃતગર્હા અને સુકૃતાનુમોદના એટલે શુ? એ વિશે હવે આપણે પછી ના ભાગ મા જોઇશુ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶