🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૨: ન​વકાર મંત્ર ના દરેક પદોનો અર્થ

આગળનાં ભાગમાં આપણે જોયું કે નવકારવાળીના ૧૦૮ મણકા શા માટે? આ ભાગમાં આપણે ન​વકાર મંત્ર ના દરેક પદોનો અર્થ જોઇએ.

  • નમો અરિહંતાણં:
    • હું અરિહંતને વંદન કરું છું, કે જેમણે અંતરંગ શત્રુઓ જેવા કે ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને શુદ્ધ આચરણ પ્રાપ્ત કર્યા.
    • આ રીતે તેમણે આત્માના બધા ગુણોનો ઢાંકનારા ચાર ઘાતી કર્મોનો નાશ કરી આત્માના અનંત ગુણોને પ્રગટ કર્યા.
    • તેઓ સંપૂર્ણ આધ્યાત્મિક માનવ છે અને તેમણે માનવજાતને આધ્યાત્મિક થવાનો બોધ આપ્યો.
    • જે જન્મ-મરણના ચકરાવાનો અંત લાવે છે અને મુક્તિ અપાવે છે.
  • નમો સિદ્ધાણં:
    • હું સિદ્ધ આત્માઓને વંદન કરું છું, જેમણે પૂર્ણતા અને સિદ્ધત્વ મેળવ્યું છે. તેઓ શુદ્ધ ચૈતન્યપૂર્ણ છે.
    • તેઓને કોઈ કર્મ રહ્યા નથી તેથી તેમને શરીર નથી.
    • બધા અરિહંત ભગવાન અને કેવળજ્ઞાની વ્યક્તિઓ નિર્વાણ (મૃત્યુ) પછી સિદ્ધ બને છે.
  • નમો આયરિયાણં:
    • હું બધા આચાર્યોને વંદન કરું છું જેઓ શુદ્ધ આચારનું પાલન કરે છે, જેઓ જૈન સંઘના વડા છે.
    • તેઓ અરિહંત ભગવાનની ગેરહાજરી માં મુક્તિનો માર્ગ સમજાવે છે.
    • જે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રને એકબીજા સાથે સાંકળે છે.
    • તેઓ ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવે છે અને દયા તથા કરુણા થી ભરેલી અને કષાય વગરની સરળ જિંદગી જીવવાનો દરેકને બોધ આપે છે.
  • નમો ઉવજઝાયાણં:
    • હું ઉપાધ્યાયોને વંદન કરું છું કે જેઓ જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરી તેની યોગ્ય સમજૂતી આપનાર તત્વજ્ઞ વિદ્વાન છે.
    • તેઓ જૈન ધર્મના સિદ્ધાંતો શીખવે છે અને તે સિદ્ધાંતોનું આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે પાલન કરી શકાય તે સમજાવે છે.
  • નમો લોએ સવ્વસાહુણં:
    • હું જગતના દરેક સાધુ અને સાધ્વીને પ્રણામ કરું છું જેઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને પ્રતિજ્ઞાપૂર્વક આચરે છે અને એ રીતે આપણને પણ સાચું સરળ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
  • એસો પંચ નમુક્કારો:
    • આ પાંચ મહાન આત્માઓને હું પ્રાર્થુ છું, પ્રણામ કરું છું.
  • સવ્વ પાવપ્પણાસણો:
    • પંચ પરમેષ્ઠીને કરેલા નમસ્કાર, મારા બધા પાપ અને નકારાત્મક વિચારોને નાશ કરવામાં સહાય કરે છે.
  • મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં :
    • આ પ્રાર્થના બધી કલ્યાણકારી પ્રાર્થનાઓમાં પ્રથમ મંગલ પ્રાર્થના ગણાય છે.

વધુ હ​વે પછીના ભાગમાં




શેર કર​વા નીચે ક્લિક કરો