ભાગ ૧૭ C: જાપ અને વિચાર
જાપ દરમ્યાન અસદ્દ વિચારોથી બચવાના આપણે કદી પ્રયત્નો કરીએ છીએ?
-
અસદ્દ વિચારોમાંથી બચવા માટે શુભ ભાવનાનો માર્ગ શ્રેષ્ઠ છે. અસદ્દ વિચારોથી ભય પામવાનો નથી, પરંતુ દુર્ભાવને સદભાવ માનવાની ચેષ્ઠા ન કરવી, દુર્ભાવ આવે તેનું દુ:ખ હોય, દુર્ભાવને પોષવાનો ન હોય.
-
ધણી વાર આપણે સાંભળતા હશું કે, “આટલો જાપ કર્યો પણ તેની કોઇ અસર ના થઇ” પણ આપણે કદી વિચાર્યુ કે આપણે જાપ કઇ રીતે કરતા હોઇએ છીએ? આપણે દિવસના ૨૪ કલાક દરમ્યાન કેટલા સમય માટે જાપ કરીએ છીએ અને કઇ રીતે કરીએ છીએ? તે વિચારવા જેવું છે.
આપણે ખરેખર જાપ કઇ રીતે કરવો જોઇએ?
- જાપમાં શરુઆતમાં કાયાને ભેળવવી પડે, પછી વચન ભળે, પછી મન ભળે અને છેલે આત્મા પણ એમાં એકાકાર થઇ જાય.
- પ્રથમ દિવસે આત્મા એકાકાર ના બને તો હતાશ ના બનવું.
- ઉતાવળ એ સાધનાનો દોષ છે.
પ્રારંભમાં અંતરથી ભાવ ન હોય છતા,
- નિયત જગ્યાએ
- નિશ્ચિત સમયે
- એકાગ્રતાપૂર્વક અને રસ પૂર્વક
- ચૌદપૂર્વનો સાર છે એવી શ્રદ્ધા પૂર્વક,
- શાસ્ત્રીય વિધિના આદર બહુમાન પૂર્વક,
- મોક્ષપ્રાપ્તિ માટે જ.
જાપ કરવા બેસી જવાથી જાપના પ્રભાવે અમુક સમયે જરુર અંતરના વિકારોનું શમન થવાથી અંતરથી ભાવ આવવા માંડે છે.
સાધકે એ વિચારવું કે આટલો જાપ થયો તો મનની ચંચળતા કેટલી ઓછી થઇ? અનુષ્ઠાન કરનારા, નિત્ય જીવનમાં સ્વાર્થી, નિષ્ઠુર દુર્ભાવોથી ભરેલા હોય તો આ દુર્ભાવો ધટાડવા પ્રયત્નશીલ થવું પડશે.
- મન જ્યાં સુધી “આપણું” રહે ત્યાં સુધી આપણે શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોના ન બની શકીએ મતલબ કે આપણે શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોના પૂરેપૂરા ભાવ સંબંધમાં ન આવી શકીએ.
- આપણે જ્યારે મનને પંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવ વડે વાસિત કરીએ છીએ ત્યારે તેમાંથી જે પવિત્ર પરિણામધારા પ્રગટે છે તેમાં પાપના મુળને નિર્મુળ કરવાની અચિંત્ય સૂક્ષ્મ શક્તિ હોય છે.
- આપણો જેટલો વિચારપ્રદેશ, આપણે આપણા પોતાના સ્વાર્થ માટે અનામત રાખીએ તેટલા પ્રમાણમાં આપણો નમસ્કાર અધુરો રહે, પૂરું ફળ ના આપે તે સમજી શકાય તેવી હકિકત છે. ભાવનમસ્કારની આ ખેંચમાં ભવ પરંપરા જન્મે છે.
એકાગ્રતા:
- જેમ મોબાઇલ જોવામાં આપણી એકાગ્રતા હોય છે કે કોઇ આજુબાજુ દેખાતુ પણ નથી, તેવી રીતે રસપૂર્વક અને એકાગ્રચિત્તે શ્રી નવકાર મંત્ર ના જાપ કરવામાં આવે તો સમજવું કે કાર્ય સિદ્ધ થઇ ગયું.
વિશ્વાસ:
- જેમ આપણે બસ અથવા ટ્રેનમાં જતા હોઇએ ત્યારે આપણને તેના અજાણ ડ્રાઇવર પર પુરતો ભરોસો હોય છે તે જ રીતે જો આપણે શ્રી નવકાર મંત્ર પર વિશ્વાસ રાખીએ, ત્રિલોકનાથ શ્રી તીર્થંકર દેવો ના વચનો ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા ખરી?
ભક્ત:
- થોડીક શ્રી નવકારની ભક્તિ કરી અને તેનું ફળ માંગી લેવાથી જીવનો આધ્યાત્મિક વિકાસ અટકી જાય છે, આપીને લેવાની વાત હોય તો મોહને લાત ન મારી શકે.
- ભકિતના ઉત્તમ ફળ પેટે ભકિત સિવાય બીજું કંઇ માંગે તે શ્રેષ્ઠ ભક્ત ના કહેવાય.
ફક્ત ૬ મહિના શ્રી નવકાર મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનાથી થતા લાભની વાત પુછવી નહીં પડે પણ અનુભવ થઇ જશે.
- સમય ઓછો છે, વિધ્નો ધણા છે, મહામહેનતે માનવ ભવ અને એમાં પણ જૈન ધર્મ મળ્યો છે તો ત્વરાએ કાર્ય સાધી લેવું. સદભાવો પ્રગટાવવાની આપણી ઇચ્છા છે પણ ઇચ્છા શક્તિ નથી તો ઇચ્છા શક્તિ પ્રગટાવવીજ જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶