🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૬B: ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે

જેમ આગળના ભાગમાં આપણે જોયું કે ન​વકારમંત્ર ના આરાધકે, કેવી ભાવના ભાવ​વી જોઇએ જેથી ઉતમ ફળ મળે, આ ભાગમાં આપણે જોઇશુ કે ન​વકારમંત્ર ના આરાધકે, ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે

ધર્મની આરાધના કેવી કર​વી જેથી જાપ નુ ઉત્તમ ફળ મળે


કર​વા દ્રારા:

  • કર​વા દ્રારા ધર્મ ઓછો થઇ શકે કારણ કે ધર્મ મહાન છે અને કરનાર પોતે અલ્પ છે, પોતાને જે સાધનો મળ્યા છે તે પણ અતિ અલ્પ છે. અલ્પ સાધનો દ્રારા અનંત એવા ધર્મની પુર્ણ આરાધના શરુઆતમાં થ​વી શક્ય નથી. પોતે તેને શક્તિ મુજબ જ આચરણમાં લાવી શકે છે.

કરાવ​વા દ્રારા:

  • “બીજા પણ આ સુંદર વસ્તુને કરો” - એવી ભાવનાથી બીજાને પ્રેરીત કરે છે
  • ધર્મ ઉપરના પ્રેમને લીધે ધર્મને માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કર​વાથી એવું શુભાનુબંધી પુણ્ય બંધાય છે કે જન્માંતરમાં તેને ઉત્તમ કુળ, સુદેવ​, સુગુરુ, સુધર્મનો યોગ અનાયાસે મળે છે. વર્તમાનમાં જે ઓછાશ હોય તે ઓછાશ ટળી જાય એવી સામગ્રી અને સંજોગો તેને પ્રાપ્ત થાય છે, આ કરાવ​વા રુપ ધર્મનું ફળ થયુ.

અનુમોદના દ્રારા:

  • કર​વા દ્રારા ધર્મ શક્તિ મુજબ જ થાય છે.
  • કરાવવામાં અનેક ને કરાવી શકાય છે તો પણ એમાં હદ છે.
  • એ બધું કર્યુ, કરાવ​વામાં આવે તો પણ અનુમોદના રુપ ધર્મના સાગરની સામે એક બિંદુ તુલ્ય પણ ના થાય કારણ કે અનુમોદનામાં દેશ​, કાળ કે દ્ર​વ્યનો કોઇ પ્રતિબંધ નથી.
  • અનુમોદના વર્તમાનમાં આપણી આજુબાજુ થતા ધર્મની થઇ શકે તેમ ભુતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મની પણ થઇ શકે,
  • અનાદિ કાળથી સર્વ ક્ષેત્રોમાં ધર્મ આરાધાતો આવ્યો છે. તેમાં પરિપૂર્ણ ધર્મ સાધનારા પણ અનંત આત્માઓ થયા છે તે બધાની ધર્મોની આરાધના અનુમોદના સિવાય બીજી રીતે થ​વી શક્ય નથી. આ બધાના ધર્મનો સર​વાળો અનંત અનંત થઇ જાય છે.
  • અનુમોદનાથી જીવનું શુભપુણ્ય એટલું બધું વધી જાય છે કે તે પોતે આજે એક બિંદુ સ્વરૂપ છે, પણ અનુમોદનારૂપ ધર્મમાં ભળી જ​વાથી અનંત સાગરસ્વરૂપ બની જાય છે.શેર કર​વા નીચે ક્લિક કરો