🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૫: શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય?

આગળના ભાગમાં આપણે નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે? એ વિશે જોયું…

શું શ્રી નવકારમંત્રથી રોગો દુર થાય?


કોઇપણ રોગ વાત પિત અને કફના બગાડથી થાય છે.

એલોપેથી પ્રમાણે:

  • આજે વિજ્ઞાનનો ખુબજ વિકાસ થયો છે એમ કહેવાય છે અને જેથી શોધો અને સંશોધનો પ્રમાણે એલોપેથીના ડોક્ટરો ઝડપી રોગોને દાબી દે છે અને મન ફાવે તેમ લગભગ ખાવા પીવાની છુટ આપે છે.
  • એલોપેથી રોગ કાઢ​વાને બદલે દાબી દે છે જેથી તેની સાઇડ ઇફેક્ટ ઉભી થાય છે.

આર્યુવેદ પ્રમાણે:

  • આર્યુવેદ (દેશી ઓસડિયા) પ્રમાણે વાત-પિત​-કફના વિકારોને હટાવી, શરીરને રોગમુક્ત બનાવી શકાય, પરંતુ તેમાં કુશળ નિદાન-નાડીના જાણકાર વૈધનો અભાવ​, ઔષધોની પ્રાપ્તિ પછી તેને ખાંડી ઉકાળી લેવાની માથાકૂટ, ચરી પાડ​વી પડે આદિ મુશ્કેલીઓને લઇને આર્યુવેદનો વિકાસ અટક્યો છે.

શ્રી ન​વકાર મંત્ર પ્રમાણે:

  • શ્રી ન​વકાર મંત્ર દ્રારા માત્ર શરણાગતિ, શ્રદ્ધા, ભક્તિ ના નજીવા મુલ્યમાં આપણા અંતરના બધી જાતના રોગોને વ્ય​વસ્થિત​ જાપ​-ભક્તિ-આરાધના આદિ અનુષ્ઠાનોથી મુળથી ઉખેડ​વાની તાકાત ધરાવે છે.
  • ખરેખર આપણા શરીરમાં જે રોગો છે તે બધા દ્ર​વ્ય રોગો: વાયુ-પિત​-કફના બગાડથી થાય છે પણ તે દ્ર​વ્ય રોગની પાછળ ભાવરોગ પ્રધાન કારણભુત છે અને તે આંતરિક ભાવ રોગો રાગ-દ્રેષ​-મોહથી ઉપજે છે.
  • જીવનમાં દ્ર​વ્ય રોગો અશાતા વેદનીય નામના કર્મથી ઉપજે છે તે અશાતા વેદનીય કર્મ બીજાને દુ:ખ દેવાથી, સંતાપ, પરિતાપ​, કલેશ દેવાથી થાય છે, એવુ મન આપણને ક્યારે થાય કે જ્યારે આપણામાં તીવ્ર સ્વાર્થ​વૃતિ, પૌદગલિકભાવ, દુન્ય​વી સુખની તીવ્ર ચાહના ઉપજે ત્યારે. આ બધું મોહના ઉદયથી થાય છે અને મોહ આવે તો રાગ દ્રેષ તો આવે જ​.
  • શ્રી ન​વકાર મંત્રમાં “એસો પંચ નમુક્કારો, સ​વ્વ પાવપ્પણાસણો” થી બધી જાતના પાપ અશાતા વેદનીય​, અંતરાય​, અપયશ​, દુર્ભાગ્ય ઉપરાંત આત્મશક્તિના વિકાસના મહા-અવરોધક જ્ઞાનાવરણીય​, દર્શનાવરણીય​, મોહનીય​, અંતરાય એ ૪ ધાતીકર્મને મૂળથી ઉખેડી નાખ​વાની વિરાટ શક્તિ ધરાવે છે અને સધળા ભાવ રોગોનો મૂળથી નાશ આ શ્રી ન​વકારમંત્રના વિશિષ્ટ જાપ અને આરાધન​થી થાય છે.
  • તેની સાથે જો ઉપ​વાસ​, આયંબિલ​, બિયાસણા વગેરે તપ કર​વા તેમજ રાત્રીભોજન અને અભક્ષ્ય આદિનો ત્યાગ કર્યો હોય તો સોનામાં સુગંધ ભળે.
  • શ્રી ન​વકારના મંત્ર ના જાપમાં સંખ્યાનું બળ જેમ વધે તેમ આંતરિક સંતોષથી અંતરની શક્તિઓનાં દ્રાર ખોલ​વાનો ભ​વ્ય પુરુષાર્થ આપોઆપ થાય છે.શેર કર​વા નીચે ક્લિક કરો