🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૪: નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે?

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતો વિશે જોયું…

અન્ય ધર્મોના મંત્ર કરતા નમસ્કારમંત્ર એ શ્રેષ્ઠ શા માટે? શું એ આપણો મંત્ર છે માટે? આપણું તે શ્રેષ્ઠ?

 • ના, જે શ્રેષ્ઠ હોય તેજ આપણું.

“નમસ્કાર મંત્ર લોકોત્તર મંત્ર છે જ્યારે અન્ય મંત્રો લૌકિક મંત્ર છે.”

લૌકિક મંત્ર એટલે શું?

 • જે મંત્ર કામનાપૂર્તિ માટે અને ઇચ્છાપૂર્તિ માટે હોય છે જેમ કે સરસ્વતિ મંત્ર​, લક્ષ્મી મંત્ર​, રોગ નિવારણ મંત્ર વગેરે લૌકિક કાર્યો માટે થાય તે લૌકિક મંત્ર કહેવાય.

લોકોત્તર મંત્ર એટલે શું?

 • ન​વકાર મંત્ર કામનાપૂર્તિ કે ઇચ્છાપૂર્તિનો મંત્ર નથી પરંતુ તે કામનાઓને પૂરી કરી દે છે અને ઇચ્છાઓને મીટાવી દે છે.
 • ન​વકાર મંત્ર આત્મશુદ્ધિ કે મોક્ષ પ્રાપ્તિ જેવાં લોકોત્તર કાર્યો માટે થાય તે લોકોત્તર મંત્ર કહેવાય.

મંત્ર ફળ​ વિશે


લૌકિક મંત્ર ફળ​:

 • લૌકિક મંત્રમાં કોઇ ને કોઇ દેવ તેનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય તો જ મંત્ર સિદ્ધ થાય અને ફળ મળે અને એ કાર્ય સહેલું હોતુ નથી. તેમાં અનેક ભયસ્થાનો હોય છે.
 • જો આડુ પડે તો સાધક પોતાનો પ્રાણ ગુમાવે છે અથ​વા અન્ય કષ્ટ ભોગ​વે છે બીજા મંત્રતો પુણ્ય હોય તો કામનાઓ પુરી કરે પણ પુણ્ય ખુટતું હોય તો કામના પુરી ન કરી શકે. કરેલ જાપ સ્મરણ લગભગ નકામા જાય.

લોકોત્તર મંત્ર ફળ​ વિશે:

 • ન​વકારના જાપથી નિખાલસતા હોય તો આપણી ઇચ્છા ન હોય તો પણ આપણા અશુભ કર્મો નાશ પામે છે અને વિશિષ્ટ પુણ્ય પણ બંધાવા પામે છે.
 • નમસ્કાર મંત્ર માં કોઇ એક અધિષ્ઠાયક દેવ નથી, સમ્યકત્વધારી અનેક દેવો તેના સેવક થઇને રહેલા છે અને અનન્ય ભાવે આરાધના કરનારના સર્વ મનોરથો પુરા કરે છે.
 • નમસ્કાર મંત્રમાં કોઇ દેવ દેવી પાસે ભીખ નથી માંગ​વાની, માત્ર આપણા આત્મા પરના કર્મોના આવરણ ખસે કે ઝળહળાટ સુખ શાંતિ નો દરિયો સામે છે, તેમા ડુબકી મારી, શાશ્વત આનંદ મેળ​વી આપનાર શ્રી ન​વકાર મંત્ર છે.
 • શ્રી ન​વકારની આરાધના એ કોઇ બીજાની આરાધના નથી, એ આપણા આત્મદેવ ની આરાધના છે એટલે આપણા આત્મા ઉપર વળગેલ અહમ ભાવ - મમતાના બંધનો ફગાવી દેવાની સાધના છે. સદગુણોનો ભંડાર મેળ​વ​વાની આરાધના છે.

નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે?


 • નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે કારણ કે તેના દ્રારા જેની આરાધના કર​વામાં આવે છે તે બધા વીતરાગ અને નિ:સ્પૃહ મહાત્માઓ છે.
 • અન્ય પ્રાર્થનાઓના આરાધ્ય દેવો સંસારી, સ્પૃહાવાળા અને સરાગી આત્મા હોય છે. સરાગીની શક્તિ ગમે તેટલી મોટી હોય તો પણ વીતરાગતાની અચિંત્ય શક્તિ આગળ તે એક બિંદુ જેટલી પણ માંડ ગણાય​.શેર કર​વા નીચે ક્લિક કરો