🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૧૩: નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતોે

આગળના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્ર જાપ વિધિ વિશે જોયું…

નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખ​વાની બાબતોે


  • આરાધકે ઉણોદરી વ્રતનું પાલન કરવું જોઈએ.
  • તીખા તમતમતા તેમજ તળેલા અને બળેલા ખોરાક વાપરવાથી સંયમ અને સ્વાધ્યાયમાં અસ્થિરતા આવે છે, તેથી આવા પદાર્થો નહીં વાપર​વાનો નિયમ આરાધકે રાખ​વો.
  • આરાધકે ક્ષારવાળી વસ્તુઓ તેમ જ મેંદાની વાનગીઓના ત્યાગનો નિયમ લેવો.
  • જ્ઞાનતંતુઓ પર પ્રતિકૂળ અસર કરનારા ચા, કોફી, કોકો વગેરે માદક પીણાઓનો ત્યાગ કર​વો.
  • આરાધકને કન્દમૂળ, અથાણાં તેમ જ બહુબીજવાળી વનસ્પતિ વગેરે જીવનભર ન વાપરવાનો નિયમ હોવો જ જોઈએ.
  • અભક્ષ્ય પદાર્થોના સેવનથી બુદ્ધિની સાત્ત્વિકતા ઘટે છે અને વિકૃતિ વેગપૂર્વક વધતી રહે છે, તેથી ત્યાગ કર​વો જોઇએ.
  • રાત્રી ભોજન ન કર​વું.
  • ભોજન સમયે ચિત્ત સહેજ પણ ઉદ્વિગ્ન ન રહે તેનું ધ્યાન રાખ​વું
  • અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના પરિમાણરૂપ પંચશીલનું તે મન-વચન-કાયાથી પાલન કરે, કરાવે તેમ કરનારની અનુમોદના કરે.
  • જો બિયાસણા કર​વામાં આવે તો રાત્રી ભોજન​, અભક્ષ​, સચિત વસ્તુઓનો ત્યાગ​, વગેરે બંધ થઇ જાય છે.
  • પ્રાણીમાત્ર પર મૈત્રી, દયાભાવ અને પરમાર્થવૃત્તિ રાખ​વી.
  • ગુણપ્રાપ્તિ માટે ગુણવંતોની ભકિત કરવી.
  • વિનય, વિવેક અને નમ્રતા જીવન સાથે વણી લેવાં.
  • વ્યવહારમાં પણ સૌજન્યવૃત્તિ જાળવવી.
  • જાપ સાથે આવશ્યક ક્રિયાઓ, પૂજા, સ્વાધ્યાય, પ્રતિક્રમણ આદિ વ્યવસ્થિતપણે સમયસર કરવા આગ્રહ રાખવો.

હ​વે પછીના ભાગમાં આપણે નમસ્કાર મંત્ર સર્વશ્રેષ્ઠ પ્રાર્થના શા માટે? એ વિશે જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો