ભાગ ૧૨: નમસ્કાર મહામંત્ર જાપ વિધિ
આગળના ભાગમાં આપણે શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર અને જાપ કરવાની રીત વિશે જોયું…
- વિધિ પૂર્વક કરેલો મંત્રનો જાપ અવશ્ય ફળદાયી બને છે.
- શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના ત્રણ પ્રકારે બતાવવામાં આવેલ છે
ઉત્કૃષ્ટ આરાધના
ઉપધાન એટલે વિશેષ પ્રકારનો તપ
- શ્રી ઉપધાન તપનું પ્રથમ અઢારીયું આ પ્રમાણે કરાય છે
- ૧૮ દિવસ અહોરાત્રિ પૌષધવ્રત સાથે અખંડ ઉપધાન તપ
- ૩૬૦૦૦ નવકાર મંત્રનો જાપ
- ૧૮૦૦ લોગસ્સ સૂત્રનો કાઉસ્સગ્ગ અને ખમાસમણાં
- ૯ ઉપવાસ અને ૯ નીવી (એકાસણાં) (મૂળવિધિ પ્રમાણે ૫ ઉપવાસ, પછી ૮ આયંબિલ અને ૩ ઉપવાસ)
ઉપધાન તપની મહત્તા અને પવિત્રતા
- કોઈપણ શ્રુતને ગ્રહણ કરવા માટે કરાતો વિશિષ્ટ તપ, તેને ઉપધાન કહેવામાં આવે છે. અર્થાત્ જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય, તે ઉપધાન.
- શ્રી ગુરુભગવંત સમીપે વિધિપૂર્વક તપશ્ચર્યા કરી શ્રી શ્રુત ગ્રહણ કરી ધારવામાં આવે, તે પણ ઉપધાન કહેવાય છે.
- ૧૮ દિવસ પછી ગુરૂ મુખે નવકાર ગ્રહણ કરવા.
પ્રથમ ઉપધાન (માળારોપણ વાળા) માં કરાતી આરાધનાની ટુંકી નોંધ
- ૧ લાખ શ્રી નવકાર મંત્રનો જાપ
- ૭ હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ
- દોઢેક હજાર વાર શ્રીનમુત્થુણં (શક્રસ્તવ)નો પાઠ
- ૪૭ દિવસ સુધી અહોરાત્ર પૌષધની આરાધના
- હજારો ખમાસમણાં
- ૨૧ ઉપવાસ, ૧૦ આયંબિલ અને ૧૬ નીવિ
મધ્યમ આરાધના
- શુભ દિવસે શ્રી નવકાર મંત્રનો જાપ શરૂ કરવો.
- તેમાં ૧૮ દિવસ સુધી સળંગ ખીરનાં એકાસણાં અથવા ૧૮ આયંબિલ કરવાં.
- તે દિવસો દરમિયાન એક શ્રી નવકાર મંત્ર ગણી એક સફેદ ફુલ પ્રભુજીને ચઢાવવા પૂર્વક દરરોજના ૫ હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
- ૧૮ દિવસ દરમિયાન એક લાખ શ્રી નવકારમંત્રનો જાપ પૂર્ણ કરવો.
જઘન્ય આરાધના (લઘુ આરાધના વિધિ)
- ૯ દિવસ ખીરનાં એકાસણાં કરવા પૂર્વક દરરોજ બે હજાર શ્રી નવકાર મંત્રનો જાપ કરવો.
- તે દિવસો દરમ્યાન સતત પરમાત્મધ્યાનમય બનવું.
હવે પછીના ભાગમાં આપણે નમસ્કાર મહામંત્રના આરાધકો માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶