ભાગ ૧૧: શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર, જાપ કરવાની રીત અને નમસ્કાર
આગળના ભાગમાં આપણે જોયું કે શ્રી નમસ્કાર મહામંત્રનો નિયમિત જાપ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો?
શ્રી નમસ્કાર મહામંત્ર - જાપના પ્રકાર અને જાપ કરવાની રીત
જાપના પ્રકાર:
- માનસ જાપ:
- સહજભાવે હોઠ બંધ રહેવા જોઈએ તેમ જ દાંત એક બીજા ને ન સ્પર્શે તેમ રહેવા જોઈએ.
- મનમાં જાપ કરવો તે શ્રેષ્ઠ છે.
- ઉપાંશુ જાપ:
- હોઠનો ફફડાટ વ્યવસ્થિત રાખવા સાથે, બીજા ને ના સંભળાય તે રીતે મૌન પુર્વક જાપ કરવો.
- આ જાપ મધ્યમ જાપ કહેવાય.
- ભાષ્ય જાપ:
- તાલબદ્ધ શુદ્ધ ઉચ્ચાર સાથે, બીજા સાંભળી શકે તે રીતે બોલીને જાપ કરવો તે.
- પોતાના કાર્યો માટે ઉપયોગી જાપ કહેવાય.
જાપ કરવાની રીત:
- પૂર્વાનુપૂર્વી:
- ક્રમ પ્રમાણે પદ ગણવાં. દા.ત. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં ઈત્યાદિ…
- પશ્ચાનુ પૂર્વી:
- ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે.:
- પદના ઉત્ક્રમથી અને
- અક્ષરના ઉત્ક્રમથી.
- દા.ત.
- પદનો ઉત્ક્રમ: પઢમં હવઈ મંગલં, મંગલાણંચ સવ્વસિ… ઈત્યાદિ,
- અક્ષરનો ઉત્ક્રમ: લંગમંઈવહ મંઢપ… સિંવ્વેસ ચ ણંલાગમં ઈત્યાદિ
- ઉલટા ક્રમથી ગણવું અર્થાત ઉત્ક્રમથી ગણવું. તે બે પ્રકારે ગણાય છે.:
- અનાનુપૂર્વી:
- પદ્ધતિ વિશેષથી ગોઠવીને ગણાય તે. દા.ત. ૮ આંક હોય ત્યાં સવ્વપાવપણાસણો, ૨ અંક હોય ત્યારે નમો સિદ્ધાણં.
- નમસ્કારમંત્રને બધો વખત સ્મરવો જોઇએ.
- ભોજન સમયે,
- શયન સમયે,
- જાગવાના સમયે,
- પ્રવેશ સમયે,
- ભય સમયે,
- કષ્ટ સમયે,
- અને સર્વ સમયે નમસ્કાર મહામંત્રને સ્મરવો જોઇએ.
- અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે, શય્યામાં બેસીને નમસ્કાર મંત્રનો પ્રકટ ઉચ્ચાર કરવાથી નમસ્કારમંત્રનો અવિનય/આશાતના થાય.
- એટલે તેનું સ્મરણ મનથી કરવું જોઇએ.
- પ્રકટ ઉચ્ચાર કરતા બીજાને વિક્ષેપ કરે તો તે દોષના ભાગીદાર આપણે થઇએ છીએ. તેથી તે સ્મરણ મનથી જ કરવું યોગ્ય છે.
શ્રી નવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે.
શ્રી નવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶