ભાગ ૧: નમસ્કાર મહામંગલ સૂત્રનો પરિચય
નમસ્કાર મહામંગલ સૂત્ર એ નમસ્કાર મંત્ર, નવકાર મંત્ર અથવા નમોક્કાર મંત્રથી પણ જાણીતું છે.
- જૈન ધર્મમાં ઊંડો આદરભાવ સૂચવતા આ સૂત્રમાં પાંચ મહાન વિભૂતિઓના ગુણોને પ્રાર્થના દ્વારા વંદન કરવામાં આવે છે:
- અરિહંત - અંતરંગ શત્રુ ને નાશ કરનાર અને માનવ જાતને બોધ આપનાર)
- સિદ્ધ - મુક્ત આત્મા
- આચાર્ય - જૈન ચતુર્વિધ સંઘના વડા
- ઉપાધ્યાય - સંયમી તત્વજ્ઞ અને શિક્ષક
- જગતના સર્વ સાધુઓ તથા સાધ્વીઓ - જેઓ પાંચ મહાવ્રતો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળે છે.
- તેઓ તેમની આચારક્રિયા આ પાંચે વ્રતો જળવાય એ લક્ષમાં રાખીને કરે છે.
- તેમના વિચારમાં અનેકાંતવાદ વર્તે છે.
- આ મહાન વિભૂતિઓ તેમના સદગુણોને લીધે ઓળખાય છે અને પૂજાય છે, નહીં કે તેમની વ્યક્તિગત ઓળખને લીધે.
- આમ જગતના તમામ સાચા આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા સાધુ મહાત્માઓ ને અહીં વંદન કરવામાં આવે છે
નવકારવાળીના ૧૦૮ મણકા શા માટે?
-
જૈન નવકારવાળીના ૧૦૮ મણકા પાંચ મહાન પદોના ગુણોનું પ્રતીક છે.
- અરિહંતના - ૧૨ ગુણો
- સિદ્ધના - ૮ ગુણો
- આચાર્યનાં - ૩૬ ગુણો
- ઉપાધ્યાયના - ૨૫ ગુણો
- સાધુના - ૨૭ ગુણો
-
આમ આ બધા ગુણોનો સરવાળો, ૧૨ + ૮ + ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮, તેથી નવકારવાળીમા ૧૦૮ મણકા હોય છે…
-
નમસ્કાર મહામંગલના નવ પદો છે, પહેલા પાંચ પદોમાં પાંચ પૂજનીય વ્યક્તિઓને પ્રણામ કરવામાં આવે છે અને બાકીના ચાર પદો પ્રણામનું મહત્વ સમજાવે છે.
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶